Images

Vol:1- એકાંત/एकांत/Ekant_18: Poem: "Maari Ichchha"©

 Date: 07-Jan-2006

દૂર છું તારાથી, તારા સાયામાં રહેવા ઇચ્છુ છું,

સમાવી લે તારા પાલવમાં એવી અરજી દેવા ઈચ્છુ છું.

સંકોચી દઈશ સમગ્ર મારી દુનિયા તારી એક પલકમાં ,

તારા જલવા તો નહિ માત્ર તારી ઝલક જોવા ઈચ્છું છું.


ડર લાગે છે તારી નારાજગી નો, જે હંમેશા બને છે અસહ્ય,

નારાજ ના થઈશ, હું તો માત્ર નાનકડી મુરાદ બર થવા દેવા ઈચ્છું છું। 

સમય નથી મળી રહ્યો મને જીવવાનો તારી સાથે મન ભરીને,

બસ હવે તારા ખોળામાં મારો ઇન્તકાલ ઈચ્છું છું.


0 comments: