Images

Vol:1- એકાંત/एकांत/Ekant_Poem-2: When you are alone, you are nobody!©


      Date: 25-May-2006 (When I was alone at hostel and missing my native place, school days and friends...)


આજે હું હૃદય પાર એક ભાર મહેસૂસ કરું છું, 'એકલો પડી ગયો છું' એવા ભાવ મહેસૂસ  કરું છું.
હતો એક સમય જયારે દુનિયા હતી મારા પગ તળે, આજે ખૂદને ભૂમિતળે દફનાયેલો મહેસૂસ  કરું છું.

સંગાથી તો હતા ઘણાં  પણ તેમને આજે જોઈ નથી શકતો દૂરથી ,
વનમાં મસ્તીથી ફરતો આજે પિંજરે પૂરાયેલો મહેસૂસ  કરું છું.
કરી દઈશ હું નામ ફલક પર, બધા કહેતા'તા પહેલાં  મને જોઈને ,
આજે અપરિચિતોની ભીડમાં, મારી જાત ને શોધી રહેલો મહેસૂસ કરું  છું !

એક વખત જયારે સૌ પ્રેમ કરતા હતા મને, આજ નફરતથી ભરેલા દરિયાને તરી જવા મથી રહ્યો છું,
મથી તો રહ્યો છું  પણ નિષ્ફળ રહું છું, જેટલું મથું છું તેટલું વધુ ડૂબતો મહેસૂસ કરું છું.

લાગી આવતું હોય છે જયારે કોઈ સાથ છોડીને જાય છે, 
પરંતુ મારે માટે  તો આ રોજિંદું થઇ પડ્યું છે.
ખુશ થાઉ છું જયારે મળી જાય છે વતન તરફથી વાતા વાયરા,
જેમને  સંબંધીઓ વતી  મારા હાલાત  પૂછતાં મહેસુસ કરું છું.

શ્વાસ તો લઇ રહ્યો છું અમસ્તો જ જાણે ! મારામાં પ્રાણ નથી પુરી શકતો એ પ્રાણવાયુ,
અમુકવાર થાય છે કે રડતો જ રહું  કિસ્મતને કોસ્યા કરી ને, પછી એ ભરાઈ આવેલા ડૂમાને ખાળી  રહેલો મહેસૂસ  કરું છું.

ફરી જરુર  પાછા આવશે એ ખૂબસૂરત દિવસો , એવી આછી આશાએ જીવી રહ્યો છું.
ને જયારે કોઈ કહે: 'હું છું તારી સાથે દોસ્ત', ત્યારે અતિ ઉકળાટ વચ્ચે એક ઠંડી લહેર મહેસુસ કરી રહ્યો છું.

આજે હું હૃદય પાર એક ભાર મહેસૂસ કરું છું, 'એકલો પડી ગયો છું' એવા ભાવ મહેસૂસ  કરું છું.



0 comments: