Images

Vol:1- એકાંત/एकांत/Ekant_Poem-1 - Aadmi (આદમી)©

                     આદમી                          Date : 01-Dec -2005

હું  આદમી એકલો અટૂલો કંઈક  અલગ બનવા માંગુ  છું.  
દોડી રહ્યા છે સૌ કોઈ આ ઝડપી જમાનામાં , હું ઉંડાન ભરવા માંગુ છું.
હું  આદમી એકલો અટૂલો....

સંબંધો બની રહ્યા છે સઘળા સ્વાર્થ ખાતર અને નજર ફરે ત્યાં બધે બનાવટી વાલેશરી !
કામ પત્યું ને કોણ છો તમે? પૂછવા કરતા, હું માણસાઈના રિશ્તે બંધાવા માંગુ છું.
હું  આદમી એકલો અટૂલો....

વાદા, દાવા કે ભરોસા ની કોઈ ગેરંટી નથી, હા વોરંટી જરૂર મળશે દગાની,
ડૂબેલા છે સૌ કોઈ દરિયામાં આ મતલબી દુનિયાના, પણ હું માત્ર કિનારે જ રહી જવા માંગુ છું.
હું  આદમી એકલો અટૂલો....

છે  અરમાનો, સપનાં ને શમણાં ઘણાં, પૂરા કરવાની હામ પણ મેળવી લીધી,
નસીબ ને મહેનત તો છે મારા લંગોટિયા દોસ્તાર, પછી ખૂટે છે શું તે શોધી દેવા માંગું છું.
હું  આદમી એકલો અટૂલો....

ઘરેડબંધ કામોમાં પરોવાયેલા છે સૌ કોઈ, જિંદગી માત્ર જડ, યંત્રવત ને નિરસ બની ગઈ છે ત્યારે,
આવા  જિંદગીરૂપી પાણીના સન્નાટામાં, એક અચાનક ખાબકતું નાનું તરંગ બનવા માંગુ છું.

હું  આદમી એકલો અટૂલો કંઈક  અલગ બનવા માંગુ  છું!

©Abhishek Raval

0 comments: