Date : 11-Dec -2005
સવારે કરેલા મનસૂબા સાંજની ભરતીમાં ડૂબી જાય છે.
સમય વીતતા માત્ર એ પાણી ની ખારાશ રહી જાય છે !
વિચારું છું કેટલી તકેદારીઓ લીધી આયોજનમાં,
પણ સાલું, કો'ઈ તો દગો દઈ જાય છે !
જાણીયે છીએ , ખડા છીએ, હતા જ્યાં પહેલાં,
છતાં એ ડગલાની છાપ રહી જાય છે.
ખુશ હતો હું કે મેળા -મેળાપ નો મળશે આનંદ,
પણ દરેકવાર અંધિયાર એકાન્ત જ રહી જાય છે.
સવારે કરેલા મનસૂબા।...
થાય છે કે ફોગટ કરું છું આ નકામી જફા,
જે વારંવાર પરેશાન કરી જાય છે,
પણ બનાવી જાય છે મૂરખ મને મારું જ મર્કટ મન,
દરેકવાર મારી હાટે એ રમત રમી જાય છે!
સવારે કરેલા મનસૂબા...
છે નસીબનો પડિયો કાણો એ જાણવા છતાં ,
તેને સાંધવાની ઈચ્છા હરદમ થાય છે.
પણ મળે છે નિષ્ફળતા જીવનના હરેક પહેલુ પર,
કારણકે મોટાં બાકોરાં જ નજરઅંદાજ રહી જાય છે!
સવારે કરેલા મનસૂબા...
તહોમત નથી કરતો દોસ્તો કોઈને કેમકે,
ધાર્યું તો ધણી નું જ થાય છે,
પણ આતો એકાંતના અંધારામાં ફાંફાં માર્યા, કોઈ ના મળ્યું,
ત્યારે વરાળ ઠાલવવા ,
નથી લખવું પણ આમ લખાઈ જાય છે.
સવારે કરેલા મનસૂબા...
છું પાગલ પણ ચિલ્લાતો નથી ગુસ્સામાં કારણ,
એવે વખતે કોઈ સામું આવી આછું શરમાઈ જાય છે!
શબ્દો નથી, છે વેદના આ મારી તે માત્ર હું જ જાણું છું,
બાકી, તમારા જેવા તો એને કવિતામાં ખપાવી જાય છે !!
સવારે કરેલા મનસૂબા સાંજની ભરતીમાં ડૂબી જાય છે.
સમય વીતતા માત્ર એ પાણી ની ખારાશ રહી જાય છે !
0 comments: