રેલાની જેમ જીવન આગળ ધપતું હતું ,
ક્યારેક વધતું તો ક્યારેક ઘટતું હતું.
કોઈ મોડ પર ફંટાતું તો ક 'દી રસ્તો કરતું હતું ,
ક્યારેક અડચણો સામે ટકરાતું તો ક'દી પાછું વળતું હતું.
ઊંચાઈઓ પર ચઢતું, તો કદી ગહરાઈઓમાં અમળાતું હતું.
બસ આમ જ, જીવન આગળ ધપતું હતું....
0 comments: